રિસોર્ટ પોલિટિક્સ: એક્શન, ડ્રામા અને રોમાંચ...'વો 17 દિન' ( બ્રજેશ રાજપૂત )
કોંગ્રેસના એક નાખુશ નેતાને એક બાજૂ ભાજપ ખેંચી રહ્યુ હતું, તો બીજી તરફ કોંગ્રેસ નેતાઓ...એ પણ એવી રીતે કે, રીતસરના હાથ ખેંચતા હતા. ત્યારે બીજી બાજૂ એક નેતી પણ રિસોર્ટના રૂમમાં બંધ હતી. તેમની સાથે એકલા નહીં પણ એક કોંગ્રેસી નેતા પણ હતા, જે તેમણે ભોપાલ આવવા વિનવી રહ્યા હતા. જો કે, બહારથી ભાજપના નેતા પણ દરવાજો ખટખટાવી રહ્યા હતા. આ નેતીની દિકરી પણ તેમની સાથે જ ત્યાં રૂમમાં હતી. જ્યારે લાગ્યુ કે દરવાજો તૂટી જશે તો તે ખૂબ જ ડરી ગઈ. આ પ્રકારનો સનસનીખેજ ખુલાસો થયો છે. 'વો 17 દિન' નામના પુસ્તકમાં. ભોપાલના પત્રકાર બ્રજેશ રાજપૂતે આ પુસ્તક લખ્યુ છે. મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પાડવાથી લઈને શિવરાજ સિંહની સરકાર બનવાની સુધીની સફર આ પુસ્તકમાં આપી છે. તે 17 દિવસ રાજકીય રીતે ખૂબ જ નાટકીય અને રોમાંચક રહ્યા હતા. આ પુસ્તક આમ તો ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે, કેટલાય દિવસ માટે મધ્ય પ્રદેશનું રાજકીય નાટક હેડલાઈન્સ બનીને નજરમાંથી હટતું નહોતું. રિસોર્ટ પોલીટિક્સમાં શું શું ખેલ થાય છે. કેવી રીતે ધારાસભ્યોને પાર્ટીઓ મેનેજ કરે છે. ભાજપનું મેનેઝમેન્ટ કેટલુ ધાકડવાળુ છે. કોંગ્રેસ ક્યાં ચુકી જાય છે. આવા ...