એક એવો દેશ જ્યાં એક કલાકમાં જ ત્રણ રાષ્ટ્રપતિ બદલવા પડ્યા....
ઈતિહાસમાં અનેક એવી ઘટના ઘટી છે જે આપણા દરેક માટે ચોંકાવનારી હોય છે. ઈતિહાસમાં પણ એવી અનેક આશ્ચર્યજનક ઘટનાઓ ઘટી છે. વાસ્તવમાં જોઈએ તો, આ ઘટના ઉત્તરી અમેરિકાના એક દેશમાં ઘટી છે. જ્યાં ફક્ત એક કલાકમાં કંઈક એવુ થયુ કે, ત્રણ લોકો રાષ્ટ્રપતિ બની ગયા હતા.
આ એક આશ્ચર્યજનક ઘટના છે, પણ હકીકતમાં તે સાચી છે. હકીકતમાં આ દેશ દુનિયાનો 14મો સૌથી મોટો દેશ માનવામાં આવે છે. આ સાથે તેને દુનિયાના સૌથી સુંદર દેશોમાં પણ તેની ગણના થાય છે. તો આવો જાણીએ એવો તે ક્યો દેશ છે. જ્યાં ઈતિહાસમાં માત્ર એક જ દિવસ અને તે પણ એક કલાકમાં ત્રણ વખત રાષ્ટ્રપતિ બદલાયા હોય.
આપને જણાવી દઈએ કે, આ દેશનું નામ મેક્સિકો છે. આ ઘટના આજથી 19 વર્ષ પહેલા એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ ઘટી હતી. મૈડેરો ત્યારે આ દેશના એક કલાકમાં રાષ્ટ્રપતિ બન્યા હતા. પેડ્રો લસ્કુરિન પોતાના રાષ્ટ્રપતિ પદના એક કલાકની અંદર રાષ્ટ્રપતિ બની ગયા હતા. પણ તેમને મીનિટોમાં જ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. જો કે, ત્યાર બાદ વિક્ટોરિયાનો હર્ટા રાષ્ટ્રપતિ બન્યા હતા.
પેડ્રો લસ્કકુરિન ફક્ત 26 મીનિટ માટે ત્યાંના રાષ્ટ્રપતિ બન્યા હતા. આ ઘટના વિશ્વ રેકોર્ડ બની ગઈ છે. તો આવો મેક્સિકો વિશે વધુ રસપ્રદ વાતો પણ જાણીએ. તમને જાણીને નવાઈ લાગશે કે, અહીં આ દેશમાં દુનિયાનું સૌથી જૂનુ ઝાડ મૌજૂદ છે. જેનું નામ મોંટેઝુમા સાઈપ્રસ છે. અને આ ઝાડ લગભગ 2000 વર્ષ જૂનૂ છે. જેની લંબાઈ લગભગ 40 ફૂટ છે.
દુનિયાનો સૌથી નાનો જ્વાળામુખી મેક્સિકોમાં જોવા મળે છે. જેનુ નામ કુસોકેટ છે. આ જ્વાળામુખી પબલા શહેરમાં આવેલો છે. આ જ્વાળામુખી 13 ફૂટ લાંબો અને 23 મીટર પહોળો છે. મોટી સંખ્યામાં અહીં લોકો ફરવા આવે છે. તથા આ જ્વાળામુખીને નજીકથી જોઈ પણ શકાય છે.

Comments
Post a Comment