ફક્ત હું ને હું...એકાંત અને એકલાપણાનો ભેદ...એકાંતમાં જતાં લોકોનું ધ્યાન રાખવું !!!

જે લોકો પોતાના જીવનમાં એકાંતને નથી જાણતા, વાસ્તવમાં તે લોકો એકાંતને શોધી પણ શકતા નથી, એટલા માટે તેઓ એકલાપણાની શોધમાં ગોથા ખાતા હોય છે. જો કે, આવા મનને એકલાપણુ કરડી ખાવા દોડતુ હોય છે. એકાંત અને એકલાપણાનો આમ તો કોઈ સીધો સંબંધ નથી.આ આપણો જ બનાવેલો તર્કવિહીન અને વાહિયાત વહેમ છે.


આપણે મોટે ભાગે એકાંત અને એકલાપણાનું અંતર સમજી શકતા નથી. એકાંતનો અર્થ થાય છે કે, ખુદને પોતાની જાતને આ દુનિયાથી અમુક સમય માટે અલગ કરી દેવું. બસ આ ભાગદોડવાળી જિંદગીમાં પોતાની જાત માટે થોડો સમય કાઢી લેવો. ઐતિહાસિક પ્રસંગો પણ યાદ કરો..જ્યારે રાજા મહારાજા, વિદ્રાનો, ઋષિ મુનિઓ એકાંતમાં જતા રહેતા હતા. ગહન ચિંતન અને મનન માટે. કોઈ વિચારને લઈ એના માટે પૂર્ણતાથી વિચારવા માટે. તેથી તેઓ પોતાની જાતને થોડા સમય માટે એકાંતમાં લઈ જાય છે.

તેઓ આ રીતે કરીને પોતાના મનને એવી જગ્યાએ લઈ જતાં હોય છે, જ્યાં અમુક અઘરી લાગતી વસ્તુ , વિચાર કે નિર્ણય લેવો ઘણો સહેલો થઈ જાય છે. દુનિયા વિશે આપણો મત નક્કી કરવા માટે દુનિયાથી અલગ થઈ જવુ વધારે સારૂ. એટલા માટે કોઈને આ બાબતે કંઈ કહેવાની પણ જરૂર નથી કે હું આ દુનિયામાંથી જઈ રહ્યો છું, પણ હાં સાચે જ હું આ દુનિયામાંથી જઈ રહ્યો છું. ક્યાં એ કોઈને પણ નહીં કહું...બસ હું અને મારૂ એકાંત....


પોતાની જાતને દુનિયાથી અલગ કરીને આપણે આ દુનિયાને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. એકાંતમાં આપણુ સૌંદર્ય અને મનનો નિખાર ખીલી ઉઠે છે.


તમને જાણીને નવાઈ લાગશે કે, ગીતકાર, લેખકો અને વૈજ્ઞાનિકો પોતે આ સમયમાં જ તેમની સફળતાની ક્ષણને પ્રાપ્ત કરતા હોય છે, કે જ્યારે તેઓ એકલાપણાને મેળવી લેતા હોય છે.

એકાંતની ચાહના પોતાના વિકાસ માટે અતિ જરૂરી છે. બાળકોને પણ પોતાના ભવિષ્યના અભ્યાસ માટે એકાંત જોઈએ. પોતાની ધૂનમાં રાચતા લોકો માટે એકાંત ખૂબ જરૂરી છે. મનમાં વ્યાકૂળતા, અનંત વિચારોનો ગૂંચવાળો, દિલ અને દિમાગ સાથે જ્યારે વારંવાર કોઈ તમારી સાથે રમતૂ હોય, કોઈ તમને સાવ તૂચ્છ અને નાલાયક સમજવા લાગે ત્યારે મનને જરાં પણ વિચલીત કર્યા વગર હંમેશા પોતાના દિલની સાંભળો. અને એકાંત તરફ દોડ લગાવો. યાદ રાખજો એક દિવસ લોકો તમારી પાછળ દોડશે. જરૂરી નથી કે, દરેકને તે જ સમયે જવાબ આપવા, ક્યારેક સમય પણ બરાબરની લાત મારીને જવાબ આપી દેતો હોય છે. કોઈને પણ તકલીફ આપ્યા પછી, પોતાનો વારો આવે તેની પણ રાહ જોવી, એ આવે છે જરૂર પણ જ્યારે પણ આવે છે પૂછીને નથી આવતો..

Comments

Popular posts from this blog

એક એવો દેશ જ્યાં એક કલાકમાં જ ત્રણ રાષ્ટ્રપતિ બદલવા પડ્યા....