બકરીયુંઓના અસલી પિતા કોણ...


આપણે એવુ તો ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે, બાળકોનું ઠેકાણુ શોધવા માટે અથવા તો તેની સાચ્ચી ઓળખાણ માટે કે આ સંતાન કોનું છે, તેના માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. સંબંધને સાચો ઠેરવવા માટે ઘણી વખત આવા કેસ કોર્ટમાં પણ જતા હોય છે. પણ સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક મહિલાએ પોતાની બકરીના પિતાને જાણવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મહિલાએ બકરીના અસલી પિતા જાણવા અને તેના માટે યોગ્ય વળતરની માગ સાથે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી.

ક્રિસ હેડસ્ટ્રોમે ગત મહિને પોતાની પાડોશી હીદર ડેન પર કેસ દાખલ કર્યો છે. તેણે આ સાથે માગ રાખી હતી કે, તેને દ્વારા ખરીદવામાં આવેલી બકરીઓનું ડીએનએ ટેસ્ટ થવો જોઈએ.

ગત ડિસેમ્બર મહિનામાં ક્રિસે 900 ડોલરની પાંચ બકરીયુ ખરીદી હતી. તેણે પોતાની પાડોસી ડેનર સાથે મળીને નાઈઝિરીયાઈ પુડકા જાતની બકરી ખરીદી હતી.

આ મહિલા દ્વારા કોર્ટામં બેલા, ગિગી, રોઝી, જેલ્ડા અને માર્ગોટ નામની બકરીયુને ખરીદવા માગતી હતી. બકરીયુનું રજીસ્ટ્રેશન કરતી વખતે તેની નસલ અને વિવરણનો ખુલાસો કરવા પણ માગતી હતી.

આ બકરીયુના પિતૃત્વને જાણવા માટે ડીએનએ ટેસ્ટમાં બકરીના પિતાના 40 વાળની જરૂર પડે છે. ત્યારે આ બાબતને લઈ ક્રિસે ફેબ્રુઆરીમાં એક પત્ર લખીને ડીએનએ ટેસ્ટ કરવાની માગ રાખી હતી. જો કે, તેના મૂળ માલિકને આ વાત યોગ્ય લાગી નહીં, તેણે આ માગને ઠોકર મારી દેતા તેની ડિમાન્ડનો અસ્વિકાર કરતા બકરીયુ વેચવાની ના પાડી દીધી.

Comments

Popular posts from this blog

ફક્ત હું ને હું...એકાંત અને એકલાપણાનો ભેદ...એકાંતમાં જતાં લોકોનું ધ્યાન રાખવું !!!

એક એવો દેશ જ્યાં એક કલાકમાં જ ત્રણ રાષ્ટ્રપતિ બદલવા પડ્યા....