રિસોર્ટ પોલિટિક્સ: એક્શન, ડ્રામા અને રોમાંચ...'વો 17 દિન' ( બ્રજેશ રાજપૂત )


કોંગ્રેસના એક નાખુશ નેતાને એક બાજૂ ભાજપ ખેંચી રહ્યુ હતું, તો બીજી તરફ કોંગ્રેસ નેતાઓ...એ પણ એવી રીતે કે, રીતસરના હાથ ખેંચતા હતા. ત્યારે બીજી બાજૂ એક નેતી પણ રિસોર્ટના રૂમમાં બંધ હતી. તેમની સાથે એકલા નહીં પણ એક કોંગ્રેસી નેતા પણ હતા, જે તેમણે ભોપાલ આવવા વિનવી રહ્યા હતા. જો કે, બહારથી ભાજપના નેતા પણ દરવાજો ખટખટાવી રહ્યા હતા. આ નેતીની દિકરી પણ તેમની સાથે જ ત્યાં રૂમમાં હતી. જ્યારે લાગ્યુ કે દરવાજો તૂટી જશે તો તે ખૂબ જ ડરી ગઈ.


આ પ્રકારનો સનસનીખેજ ખુલાસો થયો છે. 'વો 17 દિન' નામના પુસ્તકમાં. ભોપાલના પત્રકાર બ્રજેશ રાજપૂતે આ પુસ્તક લખ્યુ છે. મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પાડવાથી લઈને શિવરાજ સિંહની સરકાર બનવાની સુધીની સફર આ પુસ્તકમાં આપી છે. તે 17 દિવસ રાજકીય રીતે ખૂબ જ નાટકીય અને રોમાંચક રહ્યા હતા. આ પુસ્તક આમ તો ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે, કેટલાય દિવસ માટે મધ્ય પ્રદેશનું રાજકીય નાટક હેડલાઈન્સ બનીને નજરમાંથી હટતું નહોતું. રિસોર્ટ પોલીટિક્સમાં શું શું ખેલ થાય છે. કેવી રીતે ધારાસભ્યોને પાર્ટીઓ મેનેજ કરે છે. ભાજપનું મેનેઝમેન્ટ કેટલુ ધાકડવાળુ છે. કોંગ્રેસ ક્યાં ચુકી જાય છે. આવા તો અનેક સવાલોના જવાબ તમને આ પુસ્તકમાં મળી જશે.

મધ્ય પ્રદેશની વાત છોડો કેટલાય રાજ્યો એવા છે, જ્યાંના ધારાસભ્યોને કોઈના કોઈ વાતનો ડર હોવાના કારણે રિસોર્ટમાં મોકલવા પડ્યા છે. મધ્ય પ્રદેશમાં પણ આવુ જ કંઈક બન્યુ હતું. ત્યારે એ સમયે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં રોક્યા હતા, પણ ભાજપનું કિલેબંધી એટલી જોરદાર હતી કે કમલનાથ અને દિગ્વિજય સિંહે ગમે તેટલા ધમપછાડા કર્યા પણ આખરે કંઈ હાથમાં ન આવ્યું. જો કે, સિંધિયાની પ્લાનિંગને દાદ આપવી પડે. બધુ જ એવુ થયુ જેવુ તે ઈચ્છતા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા, ક્યારેક એવુ પણ લાગતુ હતું પ્લાન સક્સેસ થતાં થતાં રહી ગયો. ઘણી વખત એવુ પણ લાગતુ હતું કે કમલનાથ પોતાની સરકારને બચાવી લેશે. પુરા 17 દિવસ સુધી આ ડ્રામા ચાલ્યો હતો. ક્યારેક એવુ લાગતુ કે, આ ગેમમાં કોંગ્રેસ આગળ છે, ક્યારેક એવુ લાગતુ કે ગેમ ભાજપ જીતી રહી છે. જો કે, જેવુ સિંધિયા ભાજપમાં આવ્યા કે, ભાજપના ગાલ ફુંલાઈને ફાંકડા થઈ ગયા હતા. જો કે, આટલુ થવા છતાં ભાજપ માટે કંઈ આ ખાવાના ખેલ નહોતા.

પળવારમાં નેતાઓ કેવી રીતે પલ્ટી મારી જાય છે, તેનો જીવતો જાગતો દાખલો આ પુસ્તકમાં આપ્યો છે. કોઈ નેતા સવારે કોંગ્રેસમાં હોય, તો સાંજે ભાજપમાં જતા રહ્યા હોય. ફરી પાછા કોંગ્રેસમાં પણ ગુલાંટ મારી દેતા. જે કમલનાથના મેનેજમેંટની સૌ કોઈ વખાણ કરતા, તેની સામે ભાજપ બાહુબલી સાબિત થઈ હતી. કમલનાથના સવા વર્ષના શાસનમાં ક્યાં ભૂલ થઈ અને સિંધિયા કેમ નારાજ થયા તે વાતને કમલનાથ પકડી શક્યા નહીં. ત્યારે કોંગ્રેસથી ભારોભાર ધરાવી ગયેલા સિંધિયાએ વિક્ટિમ કાર્ડ રમીને ભાજપમાં જઈ પોતાના અભરખા પુરા કરવા કેસરીયો ધારણ કર્યો....દેખતે હૈં સિંધિયા કા ક્યાં હોતા હૈં...મહારાજની જય હો...


દ પ્રિંટના આર્ટિકલની ગુજરાતીમાં ચપ્પલફાડ (ધોઈ નાખ્યાના રસાસ્વાદ તરીકે પણ લઈ શકો) અનુવાદ

Comments

Popular posts from this blog

ફક્ત હું ને હું...એકાંત અને એકલાપણાનો ભેદ...એકાંતમાં જતાં લોકોનું ધ્યાન રાખવું !!!

એક એવો દેશ જ્યાં એક કલાકમાં જ ત્રણ રાષ્ટ્રપતિ બદલવા પડ્યા....