એક 'અટલ' પ્રેમ કથા: 

ઇશ્ક, ઇશ્ક હી રહા ઉસે રિસ્તો કાં ઈલ્જામ ના મિલા...


      

                                                     

 વર્ષ 2014 માં મે મહિનામાં સમગ્ર દેશ સામાન્ય ચૂંટણીઓની તૈયારીમાં વ્યસ્ત હતો. તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ ચૂંટણી પ્રચારમાં મશગુલ હતાં. તે દરમ્યાન દિલ્હીમાં અગ્નિ સંસ્કાર થયો. આ અવસર પર લુટિયન્સની દિલ્હીમાં મહત્ત્વતા ધરાવનારા ઘણાં મોટા નામો તેમાં જોડાયા હતાં. તે સમયનાં બીજેપીના પ્રમુખ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા લાલુકૃષ્ણ આડવાણી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને રવિશંકર પ્રસાદ ઉપરાંત કોંગ્રેસ નેતા જયોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. આ અગ્નિ સંસ્કાર હતો 86 વર્ષનાં રાજકુમારી કૌલનો જે પોતે મિસિઝ કૌલ કહીને બોલાવતા હતાં, જ્યારે બીજેપીના તમામ નેતાઓ તેમને 'આન્ટી જી' કહીને બોલાવતાં હતાં.


દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના ઘરેથી એક મિસિઝ કૌલના મૃત્યું પર એક પ્રેસ રિલીઝ કરવામાં આવી જેમાં તેમને વાજપેયી પરિવારના સભ્ય તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના તે સમયને અધ્યક્ષ સોનિયા ગાંધી પણ શોકસભામાં વાજપેયીનાં ઘરે પહોંચ્યા હતાં.


કોણ હતાં મિસિઝ કૌલ અને શું હતી તેમની કહાની !

કોણ હતા આ મિસેઝ કૌલ કે જેની મરણસભામાં દેશના તમામ મોટા નેતાઓ ચૂંટણી પ્રચાર છોડીને પણ શોકસભામાં પહોંચ્યા હતાં. આ વાતને જાણવા માટે આપણે ઘડીયાળનાં કાંટાને થોડાક પાછળ કરી આઝાદીનાં વખતમાં જવું પડશે.

વાજપેયીનાં  જીવનની અંગત કહાની તો અજાણી છે, પણ તેમના જીવન પર પુસ્તક લખનાર પત્રકાર કિન્શુંક નાગે વાજપેયીનાં જીવનનાં અતીત પર થોડોક પ્રકાશ પાડ્યો છે.

ભારતીય રાજકારણની આ અદ્વિતિય પ્રેમ કહાની 1940નાં દાયકામાં ગ્વાલિયરના વિક્ટોરિયા કોલેજ (હાલ રાણી લક્ષ્મીબાઈ કોલેજ)માં શરૂ થઈ, જ્યાં અટલજી અને રાજકુમારી બન્ને અભ્યાસ કરતાં હતાં. આ સમયે તેમને તેમના નિકનેમ બીબી તરીકે ઓળખતા હતા. કિંન્શુક નાગનાં જણાવ્યા અનુસાર, તે સમયે અટલજીને રાજકુમારી કૌલ સાથે ઈશ્ક થઈ ગયો હતો. આ એ સમય હતો કે, જ્યારે માત્ર પહેલી જ નજરમાં થતો પ્રેમનો પ્રસ્તાવ પત્રો દ્વારા થતો હતો. અટલજીએ રાજકુમારી માટે એક પત્ર પણ લખ્યો હતો.

આ પત્ર તેમણે લાઈબ્રેરીની એક પુસ્તકમાં છુપાવી રાખ્યો હતો. રાજકુમારીએ પણ આ પત્રનો જવાબ આપ્યો પણ દુર્ભાગ્યવશ આ પત્ર અટલ સુધી પહોચ્યો જ નહીં. રાજકુમારી પણ અટલજીને પસંદ કરવા લાગ્યા હતાં. પરંતુ સામાજિક બંધનો અને તે સમયની પરિસ્થિતિએ આ પ્રેમકહાનીમાં અલ્પવિરામ આવી ગયો. આ સમયે બરોબર દેશનાં ભાગલા થયાં. દંગાઓ થયા અને રાજકુમારીનો પરિવાર તાત્કાલિક દિલ્હી આવીને રામજસ કોલેજના પ્રોફેસર બીએન કૌલની સાથે તેમના લગ્ન કરાવી નાખ્યા. તો આ બાજુ અટલજીએ પણ પોતાની જિંદગીને રાજનિતીમાં સમર્પિત કરી દીધી. સમય તો પોતાની જ રીતે આગળ વધી રહ્યો હતો, બન્ને પોત-પોતાના જીવનમાં પરોવાઈ ગયા હતાં. પણ વિધીની વક્રતા એ હતી કે, આ બંને આશિક આઝાદી બાદ ફરી એક વાર મળ્યા જ્યાં અટલજીની મુલાકાત મિસેઝ કૌલ સાથે થઈ. અટલજી આ સમયે રાજકારણમાં સફળતાની સિડીઓ ચઢવા લાગ્યા પણ તેમણે લગ્ન ન કર્યાં.


 એક સમયે પત્રકાર રહી ચૂકેલા રાજનેતા રાજીવ શુકલા સાથે એક ઇન્ટરવ્યૂમાં અટલજીએ આ વાતને કબૂલ કરી હતી કે, તેઓ પોતાનાં જીવનમાં ઘણીવાર એકલાપણું અનુભવી રહ્યા છે.

સમય એકવાર ફરીથી બદલાયો અને દિલ્હીમાં અટલજીની મુલાકાત રાજકુમારી સાથે થઈ પણ હવે તેઓ રાજકુમારી નહીં પણ મિસેઝ કૌલના નામથી ઓળખાતા હતા.

ગ્વાલિયરની કોલેજમાંથી શરુ થયેલી દોસ્તી હજી પણ એમ જ બરકરાર હતી. અટલજી દિલ્હીમાં રામજસ કોલેજમાં કૌલ સાહેબનાં ઘરે જ રોકાતા હતાં. મિસેઝ કૌલની દીકરી નમિતાને અટલજીએ દત્તક પુત્રી તરીકેનો દરજ્જો આપ્યો. આ એજ નમિતા છે જેણે અટલજીને મુખાગ્નિ આપી હતી.

મિસ્ટર કૌલનાં નિધન પછી મિસેઝ કૌલ અટલજી સાથે જ વડાપ્રધાનના અધિકૃત નિવાસમાં રહેવા લાગ્યા. 2004માં અટલજીના પ્રધાનમંત્રી ન રહેવા છતાં પણ પાછળના 10 વર્ષ તે અટલજીના ઘર પર જ રહે છે.



હું અને અટલજી 40 વર્ષથી મિત્રો છીએ



પત્રકાર ગિરીશ નિકમે રેડીફ ડોટકોમમાં લખે છે કે, તેઓ હંમેશા અટલજીના ઘર પર ફોન કરતા હતા જે મીસેઝ કૌલ જ ઉઠાવતા હતા. એકવાર તેમને ફોન ઉઠાવતા જ મને પૂછી જ લીધું કે શું તમે મને જાણો છો ?  નિકમે જવાબ આપ્યો- ના. મિસેઝ કૌલે કહ્યું, 'હું મિસેઝ કૌલ... મિસેઝ કૌલ છું, રાજકુમારી કૌલ.  હું અને અટલજી લાંબા સમયથી મિત્રો છીએ. 40 વર્ષથી પણ વધુ સમયથી, અને તમે મને નથી જાણતા.'

આમ તો અટલજીના અંગત જીવનમાં મીડિયા ક્યારેય દખલગીરી કરી નથી, પરંતુ તેમના નજીકના સગા તથા મિત્રોમા મિસેઝ કૌલ અને તેમની મહત્ત્વતા વાતોથી દરેક જાણકાર હતા. તેઓ અટલજીના જીવનનો મહત્વનો ભાગ છે.

અટલજી અને મિસેઝ કૌલની આ મિત્રતા કેટલી અહેમિયત ધરાવતી હતી તે વાતની ખાત્રી આપે છે કે તેમણે જીવનના તમામ પાસાઓ પર કવિતાઓ લખી છે પણ ક્યારેય તેમણે પોતાની કવિતામા કૌલનો ઉલ્લેખ આવવા દીધો નથી.

ખુદ મિસેઝ કૌલ પણ આ સંબંધને કોઈ નામ આપવા માંગતા નહોતા. એક પત્રકાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમના અને અટલજીના સંબંધને કોઈ નામ આપવાની ક્યારેય જરૂર ઊભી થઈ જ નથી.


મિસેઝ કૌલના નિધન બાદ અટલજી પણ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમની અને મિસેઝ કૌલ વચ્ચેની આ મિત્રતાને કોઈ સંબંધનું નામ આપવાને બદલે ફિલ્મ ખામોશી માટે ગુલઝારે લખેલી આ ગીતની ચાર પંક્તિઓથી સમજવાઈ જશે.

                                    ‘हमने देखी है इन आंखों की महकती खुश्बू

                                     हाथ से छू के इसे रिश्तों का इल्जाम ना दो,

                                     सिर्फ अहसास है ये, रूह से महसूस करो

                                     प्यार को प्यार ही रहने दो कोई नाम ना दो’.



Comments

Popular posts from this blog

ફક્ત હું ને હું...એકાંત અને એકલાપણાનો ભેદ...એકાંતમાં જતાં લોકોનું ધ્યાન રાખવું !!!

એક એવો દેશ જ્યાં એક કલાકમાં જ ત્રણ રાષ્ટ્રપતિ બદલવા પડ્યા....